સાણંદના રેથલમાં નશાકારક કફ સીરપની બોટલો સાથે પકડાયલ ઈસમને 4 દિવસ અગાઉ 300 બોટલો ધોળકાના જવારાજનો શખ્સ ઘરે આવી આપી ગયો હતો

સૂત્રોના જણાવ્યા અનુસાર એસઓજી ટીમે ગત 23 ફેબ્રુઆરીએ રેથલ ગામે રહેતા રામજીભાઈ બળદેવભાઇ કોળી પટેલના મકાનમાં રેડ કરી 130 નંગ નશાકારક કોડેઇન કફ સીરપ જપ્ત કરી હતી અને રૂ.24,200નો મુદ્દામાલ કબજે કરી રામજીભાઈ કોળી પટેલની અટકાયત કરી પોલીસે પકડેલ રામજીભાઈની પૂછપરછ સામે આવ્યું કે રામજીભાઈને આ નશાકારક કફ સીરપની પેટી 3 જેની બોટલો નંગ-300 આજથી ચાર દિવસ પહેલા રવિરાજભાઈ જગદીશભાઇ ધોળકીયા (૨હે,જવારજ તા.ધોળકા)ને ઓનલાઈન મારફતે રૂ.9000 ટ્રાન્સફર કરી તે નંબર ઉપર વાતચીત કરી સિલ્વર કલરની ઇકકો ગાડીમા લઇને ચાર દિવસ પહેલા રામજીના ઘરે આવીને આપી ગયેલ અને રામજી કોળી પટેલે ચાર દિવસમા 170 જેટલી બોટલ છુટકમા રાહદારી મજુરોને એક બોટલના રૂ.20 લેખે રાત્રીના સમયે વેચાણ કરી નાખેલ હોવાનું ખૂલતાં સગમ્ર કેસમાં પોલીસે ધોળકાના જવારજના રવિરાજભાઈ જગદીશભાઇ ધોળકીયા સામે પણ ગુનો નોંધયો છે.

Social