Breaking News
ધોળકાના પૂલેન સર્કલ પાસે
ધોળકાના પૂલેન સર્કલ પાસે
બોલેરો ગાડી ડમ્પરમાં ઘુસતા 5ના મોત
અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ધોળકા ખેડા માર્ગ પર થઈ બેલેરો ગાડી માં બેસીને રાણપુર થી બોટાદ તરફ મજૂરી કામ અર્થે જતા સમયે રોડ પર બંધ ડમ્પર સાથે એકાએક અથડાતા ગાડીમાં બેઠલ 5 લોકોના ઘટના સ્થળે કરુણ મોત થયા છે, રોડ પર લોહીના ખાબોચિયા થતા દર્દનાક દર્શ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસ દોડી આવી હતી. જયારે બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત થતા અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જયારે 5 મૃતકોની લાશ ને PM માટે ધોળકાની સિવિલ હોસ્પિટલ માં ખસેડ્યા હતા. પોલીસે મૃતકો કોણ હતું, અને ક્યાંના રહેવાસી હતા તે અંગે તપાસ હાથ ધરી છે.
