ધોળકામાં અકસ્માત માં 5લોકોમાં સ્થળ પર મોત, પૂલેન સર્કલ પાસે
બંધ ડમ્પર સાથે બોલેરો અથડાતા બન્યો બનાવ

અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યાના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બેલેરો ગાડી ધોળકા ખેડા માર્ગ પર થઈ બેલેરો ગાડી રાણપુર થી બોટાદ તરફ મજૂરી કામ અર્થે જતા સમયે રોડ પર બંધ ડમ્પર સાથે એકાએક અકસ્માત થતા ગાડીમાં બેઠલ 5 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા, રોડ પર લોહીના ખાબોચિયા થતા દર્દનાક દર્શ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસ દોડી આવી હતી. જયારે બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત થતા અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જયારે 5 મૃતકોની લાશને PM માટે ધોળકાની સિવિલ હોસ્પિટલ માં ખસેડ્યા હતા.

વિષય :- વાહન અકસ્માત માં ૫ માણસો નું ફેટલ થવા બાબત.

મૃતકોના નામ :-

(૧) નીતિશ નાનસિંગ ભીલવાડ
(૨) દિલીપ નાનસિંગ ભીલવાડ
(૩) રાહુલ ખુમસિંગ ભીલવાડ
(૪) પ્રમોદ ભરતભાઈ ભીલવાડ
(૫) રાજુ માનસિંગ ખાંદરા

ઇજાગ્રસ્તના નામ :-

(૧) રામચંદ્ર નિતેશભાઇ ભીલવાડ
(૨) મનીષા નિતેશભાઇ ભીલવાડ

Social