Breaking News

સાણંદમાં કોર્ટ મેરેજ બાદ યુવતીના પિતાએ યુવકને છૂટાછેડાનું દબાણ કરતા યુવકે ઝેરી દવા પી જીવન ટુકાવ્યું

સાણંદના સોયલા ગામ પાસે શ્યામવીલા સોસાયટીમાં પરિવાર સાથે રહેતા પ્રવિણભાઇ રમણભાઇ વાણીયા(ઉં.30) રહેતો હતો અને પ્રવીણે આશરે 1 વર્ષ અગાઉ સાણંદની યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ યુવતીના પિતાએ યુવકને ડીવોર્સ પેપર ઉપર સહી કરવા ધમકી અને દબાણ કરતા પ્રવીણે તેના ઘરના રૂમમાં માનસિક ત્રાસથી ઝેરી દવા પીધી હતી અને બેડરૂમમાંથી અવાજ આવતા તેના પરિવારજનો દોડી આવ્યા હતા. ત્યારે પ્રવિણ વોમીટ કરતો હતો અને તેના બેડ ઉપર ચાર પાનાનો કાગળ લખેલ પડેલ હતો. તેના પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો, જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત થતાં થયું હતું, સાણંદ પોલીસને પરિવારના લોકોએ જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો, અને સુસાઇડ નોટ મૃતક પ્રવીણના પરિવારે સાણંદ પોલીસને સોંપી હતી. લાશનું સાણંદ સિવિલ ખાતે પેનલ PM કરાવ્યું હતું.
બનાવ લઈને મૃતક પ્રવિણભાઇ વાણીયાના ભાઈએ સાણંદ પોલીસમાં યુવતીના પિતા સુરેશભાઇ ભવાનભાઇ પટેલ (રહે.હરીઓમ સોસાયટી, સાણંદ) અને રમેશ પ્રજાપતિ(ભુવાજી કડીવાળા) તથા તેઓના મળતીયા માણસોએ ડીવોર્સ પેપર ઉપર સહી કરી આપવા જાનથી મારી નાખવાની ધમકી આપી, દબાણ કરી માનસિક ત્રાસ આપતા પ્રવિણને મરવા માટે મજબુર કરતા ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાની ફરિયાદ કરતાં પોલીસે સુરેશભાઇ ભવાનભાઇ પટેલ અને રમેશ પ્રજાપતિ(ભુવાજી કડીવાળા) વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે.

કરુણ અંજામ જેવી ઘટનામાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી : ૪ પેજની સ્યુસાઇડ નોટ કબ્જે લીધી
Social