સાણંદના આનંદનગર પાસે હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે દાહોદના યુવકનું મોત

દાહોદનો યુવક મજૂરી કામ માટે સાણંદ પાસે કંપનીમાં આવેલ અને રોડ પર માતેલા સાંઢ માફક જતાં ટોલ ટેક્ષથી આગળ આનંદનગર પાસે અજાણ્યા વાહન ચાલકે યુવકને ટક્કરે લેતા યુવકનું મોત થયું હતું, અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક નાસી ગયો હતો . અકસ્માતને લઈને સાણંદ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
દાહોદના 37 વર્ષીય પંકજભાઈ ચોથાભાઈ નાયક અને તેઓના કુટુંમ્બી બનેવી બંને જણા 22 ફેબ્રુઆરીએ સાણંદ ખાતે મજુરી કામ કરવા માટે આવેલ હતા અને સાણંદના ઇયાવા ગામે આવેલ અંબીકા એસ્ટેટમાં એક ફેક્ટરીમાં મજુરી કામ કરતાં હતા. રાત્રે આનંદનગર ગામ નજીક વિરમગામ-સાણંદ હાઇવે રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી પંકજભાઈ ચોથાભાઈ નાયકને ટક્કર મારી અકસ્માત ફરાર થયો હતો, જેમાં પંકજભાઈને શરીરે ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. અકસ્માત થતાં બનાવ અંગે સાણંદ પોલીસને જાણ થતાં પોલીફ કાફલો ઘટના સ્થળે પહોચીને મૃતકના પરિવારજનોને જાણ કરતાં સાણંદ પોલીસ સ્ટેશનમાં મૃતક પંકજભાઈના ભાઈ અરવિંદભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતાં સાણંદ પોલીસે ગુનો નોંધ્યો છે.

Social