સાણંદના કોદાળીયામાં ધાસનાં ગંઠાની નીચે સંતાડેલ વિદેશી દારૂ સાથે એક ઈસમની અટકાયત

  સાણંદના નળ સરોવર રોડ પર આવેલ કોદાળીયા ગામેથી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતાં ઈસમને ત્યાં સાણંદ પોલીસે છાપો વિદેશી દારૂની 11 બોટલો સાથે એક ઈસમને પોલીસે ઝડપી લઈ તેના વિરુદ્ધમાં ગુનો નોંધયો છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદ પોલીસને બાતમી મળેલ કે સાણંદના કોદાળીયા ગામે રહેતો વિહાભાઈ વિક્રમભાઈ કો.પટેલ નામનો માણસ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, જેથી સાણંદ પોલીસની ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરી વિહાભાઈ વિક્રમભાઇ અંબારામભાઈ કો.પટેલ (ઉ.37, રહે.કોદાળીયા)ને પકડી લઈ તપાસ કરતાં ધરની બહાર આવેલ ધાસનાં ગંઠાની નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-11 ની કિં.રૂ.5500નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઈસમ વિરુદ્ધમાં સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધયો છે.

Social