સદ્દભાવનાની સેવાની સુગંધ વધુ પ્રસરશે : ટીફીન સેવા વાર્ષિક દાતા તરીકે સ્વ .ધીરૂભા વાઘેલા પરિવાર સેવાઓ આપશે

સાણંદના ટપાલ ચોકમાં આવેલી સેવા સંસ્થા સદભાવના કેન્દ્ર દ્વારા વિવિધ સેવાઓની સુગન્ધ સાણંદ વિસ્તારમાં પ્રસરી રહી છે ત્યારે સંસ્થા દ્વારા શરુ કરાયેલ ટિફિન સેવાના વાર્ષિક દાતા તરીકે સાણંદના સ્વ ધીરૂભા દોલતસિંહ વાઘેલા પરિવારે સેવા આપવાનું નકી કરતા સંસ્થાએ તેઓના આ નિર્ણંયને વધાવી લીધો હતો.
સદભાવના કેન્દ્રના ટ્રસ્ટી કમલેશભાઈ વ્યાસના જણાવ્યા મુજબ સંસ્થાની જુદી જુદી સેવાઓ પૈકીની અતિ મહત્વની સેવા જે ટીફીન સેવા ચાલે છે. જેમાં હાલ દરરોજ 20 જરૂરિયાતમંદોને વીનામુલ્યે ટિફિન આપવામાં આવે છે તેના વાર્ષિક દાતા મળેલ છે અને શક્ય બને તો આગળ પણ મદદરૂપ થવાની બાંહેધરી આપી છે. દાતા સ્વ.મણીબા ધીરૂભા દોલતસિંહ વાઘેલાના સ્મરણાર્થે તેઓના સુપુત્ર નરેન્દ્રસિંહ ધીરુભા તેમજ રાજેન્દ્રસિંહ વાઘેલા (રઘુભા) તરફથી અમારી ચાલતી કાયમી ટીફીન સેવાના દાતા તરીકે અમોને ઘેર બોલાવીને ચાલુ વર્ષે તેમજ આવનારો વર્ષો માં જરૂરત પડે તો ટીફીન સેવા નોં કાયમી ખર્ચ આપવાની જાહેરાત કરેલ છે . અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના સેવા કેન્દ્ર દ્વારા સાણંદમાં છેલ્લા દસેક વર્ષથી ઠંડા પાણીની પરબો, અંતિમ સમયે અંતિમ સંસ્કારની કીટ, સ્મશાનમાં લાકડાની સેવાઓ, અને તાજેતરમાં અંતિમવાહીની ની સેવા પણ શરૂ કરવામાં આવી છે ત્યારે પાયાની એવી ટિફિન સેવા માટે વાર્ષિક દાતા મળતા ટિફિન સેવાને વેગ મળશે.

Social