ચાંગોદરમાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરનાર બાવળા તાલુકાનો યુવક સહિત સગીર પકડાયા

તાજેતરમાં સાણંદના ચાંગોદરમાં નોકરીએ આવેલ ઈસમનું પાર્ક કરેલ બાઇકની ચોરી થતાં ચાંગોદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને તપાસ કરતાં પોલીસે બાવળા તાલુકાના ઢેઢાળ ગામના યુવક અને એક સગીરની અટકાયત કરી ચોરેલ બાઈક જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત અનુસાર સાણંદના ચાંગોદરમાંની ખાનગી કંપનીમાં અમદાવાદમાં રહેતાં મહંમદ ઝૈદ મહંમદ હનીફ શેખ નોકરી કરે છે. ગત.10 ફેબ્રુઆરીએ ચાંગોદર ખાતે નોકરીએ આવેલ અને બાઇક કંપનીના સીમેન્ટના કોટની બહાર રૂદ્ર આરંભ ફ્લેટ તથા ચાંગોદર તરફ જવાના રોડ ઉપર પાર્ક કરી કંપનીમાં નોકરી ગયા હતા. તે દરમ્યાન પાર્ક કરેલું રૂ.30 હજારની અજાણ્યા ઇસમે ચોરી કરી ફરાર થતાં બનાવ અંગે ચાંગોદર પોલીસે ફરિયાદ નોંધી હતી.
સગમ્ર ઘટનાને લઈને ચાંગોદર પી.આઈ આર.ડી.ગોજીયાએ તાત્કાલીક સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોરીમાં ગયેલ બાઇકને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી હતી. તપાસમાં પોલીસે ચોરને પકડવા માટે સી.સી.ટી.વી કેમેરા ચકાસણી તેમજ સાથે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોસર્સીની મદદ થી ચોરી કરેલ બાઇક અને બાવળા તાલુકાનાં ઢેઢાળ ગામના 27 વર્ષીય કલ્પેશભાઇ કાંન્તિભાઇ રાઠોડ અને એક કાયદાના સંઘર્ષમા આવેલ કિશોરની પકડી લઈ લીધા હતા સાથે ચોરીમાં ગયેલ રૂ.30 હજારની કિંમતનું બાઇક કબ્જે લઈ તપાસ હાથ ધરી છે.

Social