બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ કરી શકાશે ડાઉનલોડ
બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ કરી ડાઉનલોડ શકાશે. બોર્ડના પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાનાર છે. ત્યારે આજથી બોર્ડના પરીક્ષાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શક્શે. ઉલ્લેખનીય છે કે ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે. આ ઉપરાંત ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે. ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12ની જાહેર પરીક્ષાઓ તા. 11/3/2024થી તા.26/3/2024 દરમિયાન યોજાશે. નોંધનીય છે કે, બોર્ડની પરીક્ષાને લઈ તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે. આ બધાની વચ્ચે સમાચાર સામે આવ્યા છે કે, આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.
