અંબાલાલ પટેલે કરી ગાજવીજ સાથે વરસાદની આ મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લામાં પડશે કમોસમી વરસાદ

         આજે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે.દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે દેશના મોટાભાગના રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે. જેની અસર ગુજરાત પર પણ થશે. ગુજરાતના અનેક જિલ્લામાં માવઠું પડવાની સંભાવના છે.  માર્ચ મહિનાની શરૂઆત જ કમોસમી વરસાદથી થતા ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. જો કમોસમી વરસાદ પડશે તો પાકને ભારે નુકશાન થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમમાં પાંચ દિવસની માવઠાની આગાહી કરી હતી.  પહેલી અને બીજી માર્ચના રોજ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. પહેલી માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં માવઠું થશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આશંકા નથી ત્યાં હવામાન શુષ્ક રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ, કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની થવાની આગાહી કરવામાં આવી છે.
           હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું  કે, વરુણ મંડલમા નક્ષત્રનો યોગ થવાથી ઉતર ભારતના ભાગોમાં બરફિલા વાયુના તોફાનો, કરા હિમ વર્ષાની અસર રહેશે.વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરના કારણે એકથી ત્રણ માર્ચમાં દેશના કેટલાક રાજ્યના હવામાનમાં પલટો આવશે. હિમ વર્ષા, કમોસમી વરસાદ, ભારે પવનની આગાહી છે. જેની અસર ગુજરાતના અમુક વિસ્તારમાં પણ થશે. વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદની પણ શક્યતા છે.તેમણે વધુમાં કહ્યું હતું કે  ત્રણથી છ માર્ચમાં ઠંડીનો રાઉન્ડ આવશે. રાત્રીના ભાગોમાં ઉતર ગુજરાતના ભાગો ઠંડીની અસર વધુ રહેશે અને લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનુ જોર રહેશે. ત્રણથી છ માર્ચમાં ઠંડીનો ચમકારો રહેશે. અને શિવરાત્રી સુધી ઠંડા પવનો ફુકાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતરિય પર્વતિય વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે. ગુજરાતમાં પણ ભારે પવન ફુંકાશે. અમદાવાદ, ગાંધીનગર પવનની ગતી વધુ રહેશે, કોઈ કોઈ ભાગોમાં આંચકાનો પવન રહેશે.
Social