ગાંધીનગરમાં સેક્ટર 21 પોલીસે દારૂની હેરાફેરી કરી રહેલ બે બુટલેગરોને દબોચી લીધા
સેક્ટર 21 પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા પ્રેસ સર્કલ ખાતે આવતા ખાનગી રાહે બતમી મળી હતી કે એક ઇસમ ગાડીમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી સેકટર 28 થી આદીવાડા તરફ જનાર છે. જે બાતમી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો ઉપરોક્ત સ્થળે વોચમાં ગોઠવાઈ ગયા હતા દરમિયાન બાતમી વાડી ગાડી આવતા તેને અટકાવવામાં આવી હતી ત્યારબાદ ગાડીમાં બેસેલ ઈસમની પૂછપરછ કરતા મલાભાઇ રવજીભાઈ રાવળ તથા બીજા ઇસમે પોતાનું નામ અલ્પેશભાઈ ઉર્ફે પુરવ નરસિંહભાઈ વાઘેલા જણાવ્યું હતું. બાદમાં ગાડીની અંદર તપાસ કરતાં વિદેશી દારૂની 59 નંગ બોટલો જેની કિમત 26,365 તથા ગાડીની કિમત 20,000 મળી કુલ 46,365 નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસ દારૂ ક્યાંથી લાવ્યા તે અંગે વધુ પૂછપરછ કરતાં કોલવડા ગામે રહેતા ચેતન મથુરભાઈ રાવળ પાસેથી લાવ્યા હોવાનું કબૂલ્યું હતું.
