બોરસદમાં લગ્નમાંથી 3.60 લાખનો મુદ્દામાલ ભરેલી બેગની ચોરી
આણંદ જિલ્લાના બોરસદ સ્થિત સૂર્યમંદિર ખાતે યોજાયેલા એક લગ્નપ્રસંગમાંથી ગઠિયોએ
નવદંપતીને ભેટમાં સોનાની લગડી, ચેઈન, કાનની કડીયો, સોનાનુ પેન્ડલ, સોનાની વીંટી, સોનાની કાનની શેર તથા ચાંદીના નાના મોટા દાગીના મળી અંદાજે રૂપિયા 3 લાખના દાગીના મળી કુલ રૂપિયા 3.60 લાખ મુદ્દામાલ ભરેલ એક બેગની ચોરી કરી લઈ ગયો હતો. આ અંગે વરરાજાના ભાઈ જુગલકુમાર રાજેશભાઈ ઉપાધ્યાય એ બોરસદ સીટી પોલીસ મથકમાં ફરીયાદ કરતાં બોરસદ સીટી પોલીસે અજાણ્યાં ચોર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
