મહેસાણાના સતલાસણામા સમૂહ લગ્નમાંથી ફોટોગ્રાફરના 1.15 લાખના 2 કેમેરા ચોરાયા
મહેસાણાના સતલાસણા ખાતે ભીમપુર જૂની ફાટક પાસે ગઢવાડા દોતોર દરજી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતાં. સમૂહ લગ્નમાં આવેલા બે ફોટોગ્રાફ્રરના કેમેરા ગાડી માંથી અજાણ્યો કોઈ તસ્કર ચોરી જતા પોલીસે ગુનો નોંધયો છે
સૂત્રોના કહેવા મુજબ વડગામમાં રહેતા સુરજસિંહ ચૌહાણ તેના મિત્ર દરજી સાગર સાથે સતલાસણા ખાતે યોજવામાં આવેલા ગઢવાડાં દોતોર દરજી સમાજના સમૂહ લગ્નમાં ફોટોગ્રાફી માટે ગયા અહતા અને જમ્યા બાદ તેઓએ ગાડી ખેરાલુ અંબાજી હાઇવે પર ગોગા પાર્લરમાં પાર્ક કરી હતી.અને આ ગાડીમાં તેઓએ પોતાના બે કેમેરા મૂક્યા હતા. બાદમાં સમૂહ લગ્નમાં ફોટોગ્રાફી કરવા માટે ગાડીમાં મુકેલા બે કેમેરા કીમત 1.15 લાખના ચોરી થયાની જાણ થઈ હતી અને સમગ્ર મામલે સતલાસણા પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે
