Breaking News
અહેવાલ: ગોપાલ મકવાણા-મટોડા: સાણંદ તાલુકામાં કરા સાથે વરસાદ: ઘઉં જીરુ એરંડા સહિતના ખેતીના પાકોમાં નુકસાન
સાણંદ શહેરમાં શનિવારે બપોરે ચાર વાગ્યા આસપાસની વરસાદ શરૂ થઈ ગયો હતો અને સાણંદના ગ્રામ્ય વિસ્તારોમાં તો કરા સાથેનો વરસાદ પડતા પાકમાં નુકસાનીના અહેવાલ છે.
મનોહર ટાઈમ્સના રિપોર્ટર ગોપાલભાઈ મકવાણાના અહેવાલ મુજબ સાણંદ તાલુકાના શિયાવાડા ઝોલાપુર કોદાળીયા વિગેરે ગામોમાં બરફના મોટા કરા સાથે વરસાદ પડ્યો હતો, જે કેટલાક તૈયાર પાકોના ઢગલા ઉપર પડતા પાકમાં નુકસાની થયાના અહેવાલ છે. બીજી તરફ સાણંદ શહેર તેમજ તાલુકાના અન્ય ગામોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જોકે વરસાદ લાંબો નહીં ચાલતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ ચોમાસની વરસાદ કમોસમી વરસાદ પડતા ઘઉં જીરુ અને એરંડા જેવા કેટલાક તૈયાર પાકોમાં સામાન્ય નુકસાનના અહેવાલ છે.

