ગાંધીનગર લોકસભાના ઉમેદવાર તરીકે અમિત શાહ ની પસંદગી થતા સાણંદ ભાજપે ફટાકડા ફોડીને ઉજવણી કરી
આગામી લોકસભા ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે ત્યારે, ગાંધીનગર લોકસભાના ઉમેદવાર તરીકે ફરી એકવાર અમિતભાઈ શાહની પસંદગી થતા, આ લોકસભા વિસ્તારના એવા સાણંદ શહેરમાં ખુશીની લાગણી પ્રસરી હતી. સાણંદ શહેર તથા તાલુકા ભાજપ દ્વારા સાણંદના ગઢીયા ચાર રસ્તા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે ધારાસભ્ય કનુભાઈ પટેલ, સાણંદ તાલુકા ભાજપ પ્રમુખ ખોડભાઈ પટેલ, કિરીટસિંહ વાઘેલા,કમલેશભાઈ વ્યાસ સહિત ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરી હતી .

