CM મંત્રી મંડળ સાથે શ્રીરામના ચરણોમાં, તમામનું કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું, રામલ્લાના આશીર્વાદ લીધા

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ અલગ અલગ દિવસે દેશનાં અલગ અલગ રાજ્યોનાં મંત્રી મંડળ અયોધ્યા દર્શનાર્થે જઈ રહ્યા છે. આજે સવારે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થયા હતા. ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યા દર્શન કરવા પહોંચ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી અયોધ્યા પહોંચ્યા છે. મંત્રી મંડળ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા પહોંચ્યા છે.

     ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્યા ગયા છે. અયોધ્યા એરપોર્ટ પર તમામનું બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.અયોધ્યા રામમંદિરમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને કેસરી ખેસ પહેરાવી તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, આદિજાતિ વિકાસ મંત્રી ડો. કુબેર ડીંડોર, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયા અયોધ્યા પહોંચ્યા છે અને રામલલ્લાના ચરણોમાં શિશ ઝુકાવી આશીર્વાદ લીધા છે.
Social