લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 15 બેઠકો પર ભાજપે ઉમેદવારોના નામો જાહેર કર્યા.
આજે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના ઉમેદવારો સહિત દેશમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું નામ જાહેર કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌ પહેલું નામ વારાણસી બેઠક માટે જાહેર કરાયું છે.
કચ્છ – વિનોદ ચાવડા
બનાસકાંઠા- ડો. રેખાબેન ચૌધરી
પાટણ- ભરતસિંહ ડાભી
ગાંધીનગર – અમિત શાહ
અમદાવાદ (પશ્ચિમ) – દિનેશ મકવાણા
રાજકોટ – પરષોત્તમ રૂપાલા
પોરબંદર – મનસુખ માંડવીયા
જામનગર – પુનમ માંડમ
આણંદ – મિતેશ પટેલ
ખેડા -દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ – રાજપાલસિંહ જાદવ
દાહોદ – જશવંતસિહ ભાભોર
બારડોલી – પ્રભુભાઈ વસાવા
ભરૂચ – મનસુખ વસાવા
નવસારી – સી આર પાટીલ
