“વ્યાપારી ની દ્રષ્ટિએ: વ્યાપાર
આ શ્રેણી માં આપણે આગળ જોયું કે વ્યાપારી દરેક પરિસ્થિતી માં કેવી રીતે વિચારે છે,કોઈ પણ પરિસ્થિતી નો કઈ રીતે સામનો કરે છે,હવે આજે જોઈશું કે કૉમ્પિટિશન બિઝનેસ માં કેમ જરૂરી હોય છે અને આપણાં competitor ને આપણે કેવી રીતે જોવા.
વ્યાપાર છે તો કૉમ્પિટિશન હોય જ જો આપણે એમ વિચારીએ કે આપણો વ્યાપાર કૉમ્પિટિશન વગર સરળ રસ્તે ચાલે તો એ તો શક્ય જ નથી એનો તો અર્થ એમ થયો કે આગ માં ચાલવું છે પણ બળવું નથી .માર્કેટ માં આપણે એક જ બિઝનેસ નથી કરતાં આપણાં જેવા હજારો લોકો છે જે વ્યાપાર કરે છે એ લોકો ની પોતાની વ્યૂહરચના હોય ,વિચારો હોય ,આવડત હોય જે આપણાં કરતાં સારા પણ હોય શકે જે આપણાં બિઝનેસ ને અસર કરી શકે છે અને કૉમ્પિટિશન જરૂરી પણ છે.. આપણે કૉમ્પિટિટરથી ક્યારેય ન ડરવું જોઈએ. આપણે પ્રગતિ કરવી હોય, આગળ વધવું હોય કૉમ્પિટિશન હશે તો જ એ શક્ય બનશે જો માર્કેટમાં કૉમ્પિટિશન ન હોય તો આગળ વધવાની દરેક શક્યતા પર પૂર્ણવિરામ આવી જશે. બધી પરિસ્થિતી ને જોવાની રીત બધાની અલગ હોય છે.જો વ્યક્તિ સાહસિક હશે તો આ દરેક કૉમ્પિટિશનને એક તકના સ્વરૂપમાં જોશે,. એમાંથી શીખશે અને કશુંક નવું મેળવશે.અને પોતાના બિઝનેસ માં એપ્લાઈ કરશે જેનાથી એનો બિઝનેસ નવી ઉંચાઇ પર લઈ જશે. ઘણી વખત મનમાં એવી ગ્રંથી બંધાઈ ગઈ હોય કે હું ખુબ જ સારું વિચારી શકું છું અને મારે અન્ય કોઈને સાંભળવાની જરૂ૨ જ નથી તો એ વાત આપણી ખોટી છે. એવું જરૂરી તો નથી કે નવા વિચારો આપણ ને જ આવે. બીજાના વિચારોને પણ સમજવા પડે.ઘણી વખત બીજા લોકોના અનુભવનો અભ્યાસ ક૨વાથી શું કરવું એ તો ખબર પડે જ છે, પણ કેટલીક વસ્તુ ન કરાય એની ખબર પણ પડી જાય છે,જેથી આપણે આપણું નુકસાન થતું અટકાવી શકીએ છીએ.
- આપણે એમ જ વિચારવાનું છે કે આપણાં કૉમ્પિટિટરો આપણાં માટે જ કામ કરી રહ્યાં છે. એ આપણાં પ્રગતિનાં દ્વાર ખોલવા માટે જ મહેનત કરે છે. આપણે કૉમ્પિટિટરને આપણાં કર્મચારીની જેમ આપણાં માટે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. આપણાં કૉમ્પિટિટરને જરૂરથી સન્માન આપવું જોઈએ,એ છે તો જ આપણને ને નવું નવું શીખવા મળે છે જે આપણ ને ઉપયોગી થાય છે,સાથે સાથે આપણને એ ખ્યાલ હોવો જ જોઈએ કે, આપણાં કૉમ્પિટિટર કેટલાં પાણીમાં છે આપણે આપણાં ગ્રાહક ને બેસ્ટ આપવાનું છે તેથી કૉમ્પિટિટર પર નજર રાખવી જરૂરી છે એની કમજોરી અને તાકાત ની ખબર હોવી જોઈએ. એની કમજોરી ને તો આપણી તાકાત બનાવાની જ છે પણ એની તાકાત ને પણ ધ્યાન માં રાખી ને ચાલવાનું છે અને એની તાકાત ય આપણી તાકાત બને એ રીત ની વ્યૂહરચના બનાવાની છે.
145