પાલનપુર હાઇવે પર પીકઅપ વાનનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત
બનાસકાંઠામાંથી અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાલનપુર- અંબાજી હાઇવે પર ગમખ્વાર અકસ્માત થતા 6 લોકોના મોત નિપજ્યા છે,જયારે 10થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-અંબાજી હાઇવે પર અકસ્માત સર્જાયો છે. દાંતાના શ્રમિકોને પાલનપુર લઇને આવી રહેલા પીકઅપ વાનનું અંધારીયા નજીક ટાયર ફાટતા પીકઅપ વાન પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 6 લોકોના મોત થયા હતા અને 10થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.અકસ્માત થતા આજુબાજુના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસ અને 108ને જાણ કરી હતી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પીકઅપ વાનનું ટાયર ફાટતાં પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. પીકઅપ વાન દાતા તાલુકાના શ્રમિકોને લઈને મજૂરી અર્થે પાલનપુર તરફ આવી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો અને 6 લોકોના મોત થયા 10થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
176