બાયડના નવી વાસણી ગામના આશાસ્પદ યુવકનું ટ્રેક્ટર પલ્ટી ખાતા મોત
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નવી વાસણી ગામના આશાસ્પદ યુવકનું ટ્રેક્ટર પલ્ટી જતા મોત નિપજ્યું છે. ટ્રેક્ટર પલ્ટી જતા 30 વર્ષીય યુવાન મોતને ભેટ્યો છે. યુવક પોતે જ ટ્રેકટર નીચે આવી જતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ ગ્રામજનોને થતા યુવાનને બહાર કાઢ્યો પરંતુ યુવાન ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. યુવાનના મોતને પગલે આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
બાયડ તાલુકાના નવી વાસણી ગામમાં ટ્રેક્ટર પલટી જતા 30 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નવી વાસણી ગામના 30 વર્ષીય પટેલ અશોકભાઈ રણછોડભાઈ જેઓ અણખોલ ગામ નજીક આવેલ પોતાના બટાકા કાઢી નાખેલ ખેતરમાં બાજરીનું વાવેતર કરવા માટે સાંજના 7 વાગ્યા પછી વરસાદ બંધ થયો ત્યારે ગયેલ હતા. અને રોટાવેટર લઈને ખેડવા ગયેલા જ્યાં તેઓ ટ્રેક્ટરને ડબલ બ્રેક માંથી કાઢી સિંગલ બ્રેકમાં કરેલ. જ્યારે તેઓ પરત ઘરે આવવા નીકળ્યા તે ટ્રેક્ટરની ડબલ બ્રેક કરવાનું ભૂલી ગયેલ અને ખેતરના પારા નીચે ઉતરતા ટ્રેક્ટરની બ્રેક લગાવેલ પરંતુ સિંગલ બ્રેક લાગતા ટ્રેકટર પલટી જતા તેઓ ટ્રેક્ટર નીચે આવી ગયેલા અને તેઓનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. બનાવની જાણ અણખોલ ગ્રામજનોને થતા બીજું ટ્રેક્ટર લાવી પલટી ગયેલ ટ્રેક્ટરને ખેંચી યુવાનને બહાર કાઢેલ પરંતુ યુવાન ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. બનાવની જાણ નવી વાસણી ગામમાં પ્રસરી જતા આખા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
