સાણંદ GIDCમાં કારનું પ્રોડક્શન કરી પાર્કીંગમાં રાખેલ 20 ગાડીના સ્પેરવ્હીલ ટાયરની ચોરાયા
સાણંદ જીઆઈડીસી આવેલ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીલ લી. દ્રારા ગાડીઓનું પ્રોડક્શન કરી પાર્કીંગ એરીયામાં ગાડીઓ રાખી હતી, જેમાંથી 20 ગાડીમાં ડેકીમાં રાખેલ 20 સ્પેરવ્હીલ ટાયર(રૂ.46 હજાર)ની ચોરી થતા GIDC પોલીસે ગુનો દાખલ કર્યો છે.
સુત્રોના કહેવા મુજબ સાણંદ GIDC ખાતે આવેલ ટાટા મોટર્સ પેસેન્જર વ્હીલ લી. દ્રારા ફોરવ્હીલ કારનું પ્રોડક્શન કરવામાં આવે છે અને ગાડીનું અલગ અલગ પ્રોસેસથી પ્રોડક્શન કર્યા પછી ગાડીઓને સ્કેનર દ્વારા ચેક કરી ગાડીને વિશાળ ડીસ્પેચ એરીયામાં રાખવામાં આવતી હોય છે. અને પાર્કીંગ એરીયામાં અલગ અલગ જગ્યાએ સિક્યુરીટી હોય છે. પ્રોડક્શન કરી તમામ ગાડીઓ ડીસ્પેચ એરીયામાં સિક્યુરીટી દ્વારા ફીઝીકલથી તેમજ સ્કેનર દ્વારા ગાડીઓ ચેક કરી કંપનીના પાકીંગ પેડ એરીયામાં રાખવામાં આવે છે. સિક્યુરીટીની તપાસમાં 9 થી 29 ફેબ્રુઆરી સુધીમાં અલગ અલગ 20 ગાડીઓમાંની ડેકીમાંથી 20 સ્પેરવ્હીલ ટાયરની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. અજાણ્યા ચોર ઈસમે કંપનીએ પ્રોડક્શન કરી પાર્કીંગ એરીયામાં રાખેલ ગાડીમાંથી 20 ગાડીઓના રૂ.46 હજારની કિંમતના 20 સ્પેરીલ ટાયરોની ચોરી કરી ફરાર થતા બનાવ અંગે સિક્યુરીટીના સીનીયર મેનેજર રીંન્દ્રકુમાર તાંતીએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
450