સાણંદના મટોડા પાસે હાઇવે પર રોન્ગ સાઈડમાં જતી રીક્ષાની અડફેટે યુવકને ઈજાઓ
મટોડા પાસે ચા લેવા માટે રોડ ક્રોસ કરી જતા યુવકને હાઇવે પર રોગ સાઈડમાં હંકાકરી રીક્ષાના ચાલકે યુવકને અડફેટે લેતા ઈજાઓ થઇ હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવ અંગે ચાંગોદર પોલીસે ગુનો નોંધયો છે.
અમદાવાદના સરખેજમાં રહેતા અને મૂળ લીમડીના ગામના 24 વર્ષીય ધર્મેન્દ્રસિંહ હાલુભા ઝાલા મટોડા પાસે ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. અને તેઓની કંપનીઓ દ્વારા અન્ય ખાનગી કંપનીને માલ સપ્લાય માટે ગાડીઓ પુરી પાડે છે. સવારે તેઓનો મિત્ર બિપીનભાઈ સોલંકી પણ કંપનીમા માલ લેવા માટે આવેલા અને ગાડીમા માલ સામાન ભરી ગાડી લઇ નીકળતા હતા અને ધર્મેન્દ્રસિંહ હાલુભા ઝાલા કંપનીની ખાલી પડેલ ગાડી લઈ મટોડા પાસે સેજ ફાર્મા કંપનીના ગેટ પાસે આવેલ ચા ની લારીએ ચા લેવા માટે ગાડી પાર્ક કરીને રોડ ક્રોસ કરવા જતા હતા ત્યારે એક રીક્ષા ચાલક મટોડા પાટીયા તરફથી રોંગ સાઇડમા બેફામ રીતે રીક્ષા હંકારી ધર્મેન્દ્રસિંહ હાલુભા ઝાલાને અડફેટે લેતા ઈજાઓ થઇ હતી અને ધર્મેન્દ્રસિંહને 108 એમ્બુલન્સમા મોરૈયાની ખાનગી હોસ્પીટલમાં સારવાર ખસેડ્યા હતા. બનાવ અંગે ધર્મેન્દ્રસિંહ ઝાલાના મિત્ર બિપીનભાઈ અરવિંદભાઈ સોલંકીએ ચાંગોદર પોલીસમાં રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે રીક્ષા ચાલક સામે ગુનો નોંધયો છે.
340