બોપલ ખાતે AMC દ્વારા નવનિર્મિત આંગણવાડીનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું
થલતેજ વોર્ડમાં બોપલ પ્રાઈમરી સ્કૂલ ખાતે રૂ. 22 લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણ કરાયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના થલતેજ વોર્ડમાં બોપલ પ્રાઈમરી સ્કૂલ ખાતે AMC દ્વારા નિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું. આંગણવાડીનાં ભૂલકાંઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ સૌ ભૂલકાંઓ સાથે સહજ શૈલીમાં સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસન, મ્યુનિ.નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
