કોંગ્રેસને એક દિવસમાં બે ઝાટકા : ડેર બાદ અર્જૂન મોઢવાડિયાએ હાથનો સાથ છોડ્યો

    આજે જ કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે રાજીનામું આપી દીધું હતું અને તેઓ વિધિવત રીતે કાલે ભાજપમાં જાેડાવવાના છે. બીજી તરફ આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા પણ વિધાનસભા પહોંચ્યા હતા અને જ્યાં અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું હતું.

    છેલ્લા કેટલાય સમયથી અટકળો ચાલતી હતી કે મોઢવાડિયા કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે અને એ અટકળો આજે સાચી સાબિત થઈ હતી. મોઢવાડીયાએ આજે સાંજે સવા પાંચ વાગ્યાના સુમારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું હતું. મોઢવાડિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને પોરબંદરની બેઠક ઉપરથી તેઓ ૨૦૨૨માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ પહેલાં દિવસભર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખથી લઈ નેતાઓ કહેતા હતા કે, મોઢવાડિયાએ અમારા સંપર્કમાં છે અને તેઓ ભાજપમાં જવાના નથી. જાે કે, તેમના દાવા ખોટા સાબિત થયા હતા અન સાંજે પાંચ વાગ્યે મોઢવાડિયા વિધાનસભા પહોંચ્યા હતા અને શંકર ચૌધરીને રાજીનામું આપી દીધું હતું.
Social