Breaking News
સાણંદ ના છારોડી ફાટક નજીક ફાયરિંગ : એકને ઇજા : એક કારમાંથી બીજી કાર પર થયું ફાયરિગ : ફિલ્મી દ્રશ્યો સર્જાયા
સાણંદના છારોડી સ્ટેશન નજીક આજે બપોરે ૩-૩૦ ના સુમારે જ રહેલી એક કાર નજીક અન્ય કારમાં આવેલા ઈસમોએ ફાયરિંગ કરી એકને ઇજા પહોંચાડી ફરાર થતા ચકચાર મચી જવા પામી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે બોપલ ખસેડાયો હોવાના અહેવાલ છે. સમગ્ર ઘટનાની મળતી પ્રથમક માહિતી મુજબ સાણંદના છારોડી નજીક થયેલ આ ફાયરિંગ કૌટુમ્બીક અદાવતમાં થયું છે. ઘટનાનાં પગલે એસપી સહિતનો પોલિસ કાફલો સ્થળ ઉપર પહોંચ્યો છે અને આરોપીઓને દબોચી લેવા નાકાબંધી કરવામાં આવી છે.




