સાણંદના સરી ગામે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો : અહેવાલ :ગોપાલ મકવાણા -મટોડા
સાણંદ વિધાનસભા અંતર્ગત વિકસિત ભારત , વિકસિત ગુજરાત વિકસિત નારી શક્તિ વંદન કાર્યક્ર્મ સાણંદ તાલુકાના સરી ગામે જિલ્લા પ્રમુખ કંચનબા જગદીશસિંહ વાઘેલા , માં. તાલુકા પંચાયતના પ્રમુખ વસંતબા કિરીટસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો જેમાં સાણંદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વાસુભાઈ, એપીએમસી ચેરમેન ખેંગારભાઈ સોલંકી , જિલ્લા સદસ્ય ભરતભાઈ ગોહેલ, જિલ્લા મંત્રી લીલાબેન પટેલ, તેમજ પ્રાંત ,મામલતદાર , ટીડીઓ , અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો હાજર રહેલ. સાણંદ બાવળા તાલુકાના વિવિધ સ્વ સહાય જૂથની બહેનોને સહાયના ચેકોનું વિતરણ કરાયું હતું .




