અમદાવાદ કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને ચૂંટણીના નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની આગામી ટૂંક સમયમાં યોજાનાર છે ત્યારે જિલ્‍લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્‍યક્ષસ્‍થાને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણીના નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. ચૂંટણીમુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા નોડલ ઓફિસરને સોંપવામાં આવેલ જવાબદારી તેઓ સારી રીતે નિભાવે તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યાં હતાં.

Social