ગુજરાતની આ હોસ્પિટલમાં તમે સ્કીન ડોનેટ કરી શકશો, હવે અંગદાન સાથે સ્કીનદાન
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાજ્યની સૌથી મોટી સ્કિન બેંક બનાવવામાં આવી છે. હવે કોઈપણ વ્યક્તિ કે જેણે પોતાના મૃત્યુબાદ ત્વચાનું દાન કરવાનો સંકલ્પ કરેલ હોય અથવા મૃત્યુ પછી નજીકના સગા તરફથી સ્કાન ડોનેશન માટેની સહમતી આપેલ હોય એવા 18 વર્ષથી ઉપરના કોઈપણ બ્લડ ગ્રુપના વ્યક્તિ ત્વચા દાન કરી શકે છે.આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં સ્કિન બેંક પણ શરૂ કરી દેવામા આવી છે. સિવિલ હોસ્પિટલમાં આજે સ્કિન બેંક શરૂ કરી દેવામા આવી છે અને જે પણ સરકારના ફંડથી નહીં પરંતુ રોટરી ક્લબ કાંકરીયાના સહયોગથી શરૂ કરાઈ છે.સિવિલ હોસ્પિટલ અમદાવાદની સ્કીન બેંક રાજ્ય સરકાર અને રોટરી ક્લબ કાંકરીયાના સહયોગથી બનાવવામાં આવેલ છે. રોટરી ક્લબ કાંકરીયા દ્વારા લગભગ 48 લાખ રૂપિયાના સાધનો ડોનેટ કરવામાં આવેલ છે અને આ સ્કીન બેંક બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ દ્વારા ચલાવવામાં આવશે.
નોંધનીય છે કે મૃત્યુના 6 કલાકની અંદર ચામડી લેવામાં આવે છે અને તેને ખાસ રીતે ગ્લીસરોલમાં સાચવવામાં આવે છે. ચામડી વાપરવા લાયક છે કે નહિ તેની જરૂરી તપાસ જેવી કે લોહીની, બેક્ટેરિયા કે ફંગસ માટેની તપાસ કરવામાં આવે છે. કોઈપણ બ્લડ ગ્રુપના વ્યક્તિની ચામડી કોઈપણ દર્દીને લગાવી શકાય છે. સ્કીન બેંકમાં રહેલીખાસ પ્રોસેસ કરેલી ચામડીનો ૫ વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે દાઝી ગયેલા કે અન્ય એકસીડન્ટમાં જે દર્દીઓને ચામડી લગાવવાની જરૂર પડે છે તેવા ૬૦૦ થી વધારે ચામડી લગાવવાના ઓપરેશન સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે કરાય છે. આવા દર્દીઓ માટે સ્કીન ડોનેટ વરદાન બની રહેશે.
વ્યક્તિની ચામડીનું પડ લઇ જરૂરી ટેસ્ટ કરીને સાચવવામાં આવે છે અને કોઈપણ દર્દી કે જેમની ચામડીનો નાશ થયેલ હોય જેમકે દાઝી ગયેલ, એકસીડન્ટ બાદ કે અન્ય કોઈપણ કારણોસર ચામડીનો નાશ થયેલ હોય અને તેમની પોતાની ચામડી લગાવવા માટે મેડીકલી ફીટના હોય અથવા તો બહુ મોટો ઘા હોય કે જ્યાં દર્દીની પોતાની ચામડીથી સંપૂર્ણ ઘા ઢાંકવો શક્ય ના હોય તેવા સંજોગોમાં આ સ્કીન બેંકમાં રહેલ ચામડીનો ઉપયોગ કરી શકાય છે. અંગદાન સાથે હવે સ્કીન પણ દાન કરી શકશો. તમારા એક સંકલ્પથી એનેક લોકોને સ્કીન મળી શકે છે.
