મારી સાથે ઈમોશનલ ગેમ રમાય છે, મારી અંતિમવિધિ પીઆઈ ખાચર કરે : મહિલા તબીબ આપઘાત કેસમાં ઘટસ્ફોટ

   અમદાવાદના ક્રાઈમ બ્રાંચ પરિસરમાં બુધવારે ૩૨ વર્ષીય મહિલાનો મૃતદેહ બાંકડા ઉપરથી મળી આવ્યો હતો અને તેમની પાસેથી ઈન્જેક્શન તેમજ વિંગો મળી આવી હતી. આ મામલે ગાયકવાડ પોલીસે તપાસ હાથ ધરી હતી અને મૃતકની ઓળખ વૈશાલી જાેષી તરીકેની થઈ હતી અને તે પીજીમાં રહેતી હતી અને ખાનગી ક્લિનિકમાં ડોક્ટર તરીકે નોકરી કરતી હતી. મૃતક યુવતી ખેડાના ડેભારી ગામની રહેવાસી હતી. પોલીસે આ મામલે મૃતકના પરિવારજનોને જાણ કરતાં તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. મૃતક પાસેથી ૧૫ પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી અને તેમાં લખ્યું હતું કે, મારી સાથે ઈમોશનલ ગેમ રમાય છે, હું જે પગલાં ભરવા જઈ રહી છું તેના માટે બી.કે.ખાચર જવાબદાર છે, મારા મોત બાદ અંતિવિધિ ખાચર જ કરે તેવી મારી ઈચ્છા છે.  હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Social