લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ : અચૂક મતદાન કરો : ચૂંટણી દરમિયાન ખર્ચ નિયમન- નિયંત્રણ માટે એક્સ્પેન્ડીચર મોનીટરીંગ ટીમ બાજ નજર રાખશે : ટીમના સભ્યોની તાલીમ યોજાઇ

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ના પડધમ વાગી રહ્યા છે. વહીવટી તંત્ર ચૂંટણી પર્વે આગોત્તરી તૈયારી કરી સજજ થઇ રહ્યું છે.સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના ખર્ચ પર બાઝ નજર રાખવા માટેનું કામ ચૂંટણી પંચ તરફથી એકાઉન્ટીંગ ટીમ, મદદનીશ ખર્ચે નિરીક્ષક અને વિડિયો વ્યુવીંગ ટીમ દ્વારા કરવામાં આવતું હોય છે.

    આ ટીમના નોડલ અધિકારી અને વિવિધ ટીમોમાં કામ કરનાર કર્મયોગીઓની તેમની ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ખર્ચની વિગતો માટે શું શું તકેદારી રાખવી તેની સાથે સાથે કેવી રીતે સર્વે ઉમેદવારના ખર્ચનો હિસાબ રાખવા જેવી સંલગ્ન બાબતોની વિસ્તૃત માહિતી આપવા માટે જિલ્લા પંચાયત, ગાંધીનગર ખાતે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં એક્ષ્પેન્ડીચર મોનીટરીંગના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક્ષ્પેન્ડીચર મોનીટરીંગના નોડલ અધિકારી સંજય મોદી દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ખર્ચ સંદર્ભે કરવાની થતી કામગીરીની વિસ્તૃત ચર્ચા કરી રસપ્રદ માહિતી સરળ ભાષામાં સર્વેને સમજવી હતી. તેમજ ટીમના અધિકારીઓ અને કર્મયોગીઓને મુઝંવતા વિવિધ પ્રશ્નોનું સમાધાન પણ દષ્ટાંત પૂર્વક કરવામાં આવ્યું હતું.
Social