સાણંદના કાણેટી ગામે વિદેશી દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો

સાણંદના કાણેટી ગામે એક તબેલાની પાછળ મુકેલ રૂ.35,800નો વિદેશી દારૂનો જથ્થો સાણંદ પોલીસે જપ્ત કર્યો છે. રેડ દરમ્યાન ઈસમ હાજર નહિ મળી આવતા આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
સાણંદ પોલીસને બાતમી મળેલ કે સાણંદ તાલુકાના કાણેટી ગામે નવાપરામાં રહેતો પુનમજી મગનજી ઠાકોર નામનો ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, જેથી સાણંદ પોલીસની ટીમે બાતમી વાળા સ્થળે છાપો માર્યો હતો અને તબેલાની પાછળનાં ભાગેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 179 બોટલો જેની કુલ કિં.રૂ.35,800/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો, જયારે રેડ દરમ્યાન પુનમજી મગનજી ઠાકોર રહે.કાણેટી હાજર નહિ મળી આવતા આ અંગે સાણંદ પોલીસે તેના સામે ગુનો નોંધયો છે.

Social