સાણંદના મટોડા પાસે રોડ ક્રોસ કરતી યુવતીનું બાઇકની અડફેટે મોત

દાહોદના આગાવાડા ગામના મૂળ અને હાલ સાણંદના મટોડા પાસે રહેતા અને ખાનગી કંપનીમાં ગાર્ડનમાં મજુરી કામ કરતાં 24 વર્ષીય પ્રકાશભાઈ ચંદુભાઈ ભાંભોર અને તેઓની પત્ની કરિશ્મા બંને જણા મજુરી કામ કરીને સાંજના સરી પાટીયા પાસે શાકભાજી ખરીદી કરી પરત ઘરે જવા નીકળે અને સેઝ કંપનીના ગેટ સામે આવી સરખેજ થી બાવળા તરફ જતો રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક બાઈક ચાલક તેનુ બાઇક સરખેજ તરફથી આવતા હાઇવે રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી કરિશ્મા સાથે અથડાવ્યું હતું. અકસ્માત થતાં કરિશ્માને માથામાં ઇજાઓ થઈ હતી અને બાઈક ચાલક પણ રોડની સાઈડમાં પડી ગયો હતો.
અકસ્માત થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા.પ્રકાશભાઈએ તેની પત્ની કરિશ્માને 108 એમ્બુલન્સમાં મારફતે બાવળા સીએચસી કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડી હતી, ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ અસારવા સિવીલ ખસેડી હતી, જ્યાં 23 વર્ષીય કરિશ્માનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પ્રકાશભાઈએ ચાંગોદર પોલીસમાં બાઇકના નંબર આધારે ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ચાલક સામે ગુનો નોંધયો છે.
પ્રકાશભાઈની પત્ની કરિશ્માને છ મહીનાની પ્રેગનન્સી હતી. પતિ-પત્ની રોડ ક્રોસ કરતાં હતા ત્યારે બાઈક ચાલકે તેઓની પત્નીને અડફેટે લેતા અકસ્માતમાં મોત થતાં પરિવાર પર આભ ફાટયું છે.

Social