IIॐ हौं जुं सः ॐ भूभुवः स्वः ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्युर्मोक्षिय मामृतात् ॐ स्वः भुवः भूः ॐ सः जूं हों ॐ II

મહાશિવરાત્રી સાથે ભગવાન શિવની કેટલીક માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ આ વિશેષ દિવસે મધ્યરાત્રીએ બ્રહ્માના રુદ્ર રૂપમાં ઉતર્યા હતા. તો ક્યાંક એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવે તાંડવ કરીને પોતાની ત્રીજી આંખ ખોલી હતી અને આ આંખની જ્યોતથી બ્રહ્માંડનો અંત કર્યો હતો. આ ઉપરાંત ઘણી જગ્યાએ આ દિવસ ભગવાન શિવ ના લગ્ન સાથે પણ સંકળાયેલ હોવાનું પણ માનવામાં આવે છે. જે માન્યતા મુજબ ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન આ પવિત્ર દિવસે થયા હતા. મહાશિવરાત્રીની રાત્રી નું એક આગવું મહત્વ છે. બપોરના સત્ર બાદ સાંજથી ભગવાન મહાદેવની ચાર પ્રહર નીપૂજા વિધિ કરવામાં આવે છે.સાંજે 6.00 વાગ્યા થી 9:00 વાગ્યા સુધી પ્રથમ પ્રહર ની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ રાત્રે 9:00 થી 12.00 વાગ્યા સુધી બીજા પ્રહર ની પૂજા કરવામાં આવે છે. મધ્યરાત્રીએ 12.00 થી 3.00 ત્રીજા પ્રહર ની પૂજા કરવામાં આવે છે અને સવારે 3.00થી છ વાગ્યા સુધી ચોથા પ્રહરની પૂજા થતી હોય છે. મહાશિવરાત્રી એ ભગવાન શિવની શુભરાત્રી છે. આખા વર્ષમાં ચાર પ્રકારની રાત્રીઓનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે તે દરમિયાન જો પૂજા અર્ચના કરવામાં આવે તો અનેક ગણું ફળ મળતું હોય છે. કાળી ચૌદસ એટલે કે કાલરાત્રી જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મ, નવરાત્રી માં ભગવતી ની ઉપાસના અને મહાશિવરાત્રી એટલે ભગવાન શિવ ની ઉપાસના. મહાશિવરાત્રીના દિવસે પ્રદોષ હોય પ્રદોષ કાળે મહાદેવજીનું જો પૂજન કરવામાં આવે તો અનેક ગણું ફળ મળતું હોય છે. શુક્રવારે મહાશિવરાત્રી અને પ્રદોષ હોય મહાલક્ષ્મી ની કૃપા મેળવવા માટે પણ આ દિવસ ખૂબ જ ઉત્તમ છે. આપણા ત્યાં એવી માન્યતા છે કે ભગવાન મહાદેવને માત્ર જળ અર્પણ કરો એટલે મહાદેવજી રીઝી જાય. એવું ના હોય, કંઈ ના કરો એના કરતાં જળ અર્પણ કરો એ પણ શ્રેષ્ઠ છે પરંતુ ભગવાન મહાદેવની પૂજા બહુ જ વિધિ વિધાનથી કરવામાં આવે છે. ભગવાન મહાદેવજીનું પૂજન પંચોપચાર.સોડસોપચાર, તેમજ રાજોપચાર પૂજન પણ કરવામાં આવતું હોય છે. શિવપુરાણમાં બધા જ જ્યોતિર્લિંગ ની કથા છે. કરોડો જ્યોતિર્લિંગ છે જેમાં બાર મુખ્ય જ્યોતિર્લિંગ છે. જ્યોતિ એટલે પ્રકાશ અને લિંગ એટલે ચીનહ્. તેને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. શિવ પુરાણના ત્રણ ભાગ છે. જેમાં પ્રથમ ઉત્તમાંમ શિવપુરાણ જેમાં 11 દિવસ શિવજી ની ચર્ચા થાય.બીજું મધ્યમાંમ જેમાં નવ દિવસ સુધી શિવ નું અર્ચન કરવામાં આવે અને ત્રીજું કનિષ્ઠામ જેમાં સાત દિવસ સુધી ભગવાન શિવ નું પૂજન અર્ચન કરવામાં આવે. આપણે યાદ રાખવું જોઈએ શિવ મંત્રના રહસ્યને માત્રને માત્ર શિવ જ જાણે છે. જો તમારે ભગવાન શિવના મંત્ર નું પ્રમાણ જોઈતું હોય તો શિવરાત્રીના દિવસથી સતત ત્રણ વર્ષ સુધી કોઈપણ મંત્ર ની શરૂઆત કરો. તમને અવશ્ય કોઈપણ કાર્યમાં સફળતા મળે મળે અને મળે જ. અમારા બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન મહાદેવ છે. જો તમારે જ્યોતિષ વિદ્યામાં પારંગત થવું હોય તો ભગવાન મહાદેવની ઉપાસના કરવી જોઈએ. જો તમારે સંગીત વિદ્યામાં પારંગત થવું હોય તો તમારે ભગવાન મહાદેવ ની ઉપાસના કરવી જોઈએ. તમારે કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે જ્ઞાનની જરૂર પડે તેના માટે હંમેશા ભગવાન મહાદેવની જ ઉપાસના કરવી જોઈએ. ભગવાન મહાદેવ જ્ઞાનનો ભંડાર છે એટલા માટે વિદ્યાર્થીઓએ તેમના સ્ટડી રૂમમાં હંમેશા ભગવાન મહાદેવ નો ફોટો અવશ્ય રાખવો જોઈએ. આપણી સંસ્કૃતિમાં કહ્યું છે જો કોઈ રોગને શરીરમાં પ્રવેશવા ન દેવો હોય તો મંત્ર જાપ સૌથી શ્રેષ્ઠ થેરાપી છે. મહામૃત્યુંજય મંત્ર ની અસર શરીરના અલગ અલગ ભાગમાં થાય છે. ત્રયમ્બકમ બોલવાથી મસ્તકમાં તેની અસર થાય છે. યજામહે બોલીએ એટલે કમરથી નીચેના ભાગમાં તેની અસર થાય છે. મૃત્યુરમોક્ષીય બોલીએ એટલે છાતીમાં તેની અસર થાય છે. મંત્ર બોલવાથી આપણા દરેક સ્નાયુઓમાં હવા ફરતી રહે છે અને નળીઓ ઓછી બ્લોક થાય છે. કમ સે કમ કંકુ ને લલાટમાં લગાવી તેનું તિલક કરવું જોઈએ. ભગવાન મહાદેવના ઉપાશકો લલાટમાં ભસ્મ લગાવી તેનું ત્રિપુન્ડ કરતા હોય છે. જેના મસ્તક પર તિલક હોય છે તેને એક પણ વાયરલ ઇન્ફેક્શન લાગુ પડતું નથી. ગાયના છાણમાં 49 ટકા પ્રાણવાયુ હોય છે. તેની ભસ્મ બને એટલે 10% વધુ પ્રાણ વાયુ વધી જતો હોય છે અને ભસ્મ લગાવો એટલે 60 ટકા પ્રાણ વાયુ ભસ્મમાં રહેલો હોય છે. ભસ્મ ભગવાન મહાદેવને અતિ પ્રિય છે. એટલા માટે જ કહેવાય છે ચપટી ભભૂત મેં હૈ ખજાના કુબેર કા. ખરેખર આપણી ભારતીય સંસ્કૃતિને વંદન છે. મિત્રો ચંદન કરતા વંદન વધુ શીતળ હોય છે એટલે જ ભગવાન શિવને આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ “વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગતકારણમ. વંદે પનનગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામપતિમ. વંદે સૂર્ય શશાંક વહની નયનમ વંદે મુકુંદમ પ્રિયમ. વંદે ભક્તજના શ્રયસ્ચ વરદમ વંદે શિવમ શંકરમ…. અમારી youtube ચેનલ Jatin Raval’s Change your Life માં શિવ પૂજન નો 11 મિનિટ નો વિડીયો મુક્યો છે. જેના થકી આપ સહુ 11 મિનિટમાં બહુ જ સરસ રીતે શિવપૂજન કરી શકશો. આપણા અતિ પવિત્ર એવા મહાશિવરાત્રીના વિશેષ પર્વમાં ભગવાન મહાદેવજીનું ખૂબ જ ભાવપૂર્વક પૂજન કરી ભગવાન મહાદેવના આશીર્વાદ ગ્રહણ કરીએ તેમજ ભગવાન મહાદેવ સૌનું કલ્યાણ કરે તેવી આપ સૌને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામના…II ૐ નમઃ શિવાય… II

Social