સાણંદમાં શિવાલયોમાં દર્શન કરવા ભક્તો ઉમટ્યા : સાણંદ સ્ટેટ રાજવીએ ભાવનાથ મહાદેવના મંદિરે પૂજા કરી

શિવરાત્રી પર્વની સાણંદમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઈ રહી છે, શિવરાત્રી નિમિત્તે સાણંદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના શિવાલયો વહેલી સવારથી જ હર હર ભોલે ના નાદથી ગુંજી ઉઠ્યા છે. મોટી સંખ્યામાં શિવાલયોમાં દર્શન કરવા ભક્તો ઉમટ્યા છે. વાત કરીએ તો સાણંદમાં વિરમગામ હાઇવે પર આવેલ સિદ્ધનાથ મહાદેવ, સાણંદ કોર્ટ પાસે આવેલ ભાવનાથ મહાદેવ , નળ સરોવર રોડ પર આવેલ વિરેશ્વર મહાદેવ સહિત ગ્રામ્ય વિસ્તારએએમ આવેલ વાળીનાથ મહાદેવ, અત્રેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ સહીતના મંદિરે શિવજીને ભવ્ય ફૂલોનો શણગાર અને શિવ ભકતો દ્વારા ભગવાનનું પૂજન કરવામાં આવ્યું છે.
રાજઘરાના દ્વારા સ્થાપિત સાણંદમાં આવેલ સુપ્રસિદ્ધ ભાવનાથ મહાદેવ મંદિરે સાણંદ નેક નામદાર મહારાણા ઠાકોર સા.ધ્રુવસિંહજી જયશિવસિંહજી વાઘેલા દ્વારા શિવજીનું પૂજન કર્યું હતું.

Social