Breaking News

સાણંદ શહેરમાં શિવરાત્રિનો લોક મેળો જામ્યો, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

સાણંદ શહેરમાં શિવરાત્રિનો પરંપરાગત રીતે દર વર્ષે યોજાતો લોક મેળો આજે શિવરાત્રિ નિમિતે પણ યોજાયો છે. નળ સરોવર ત્રણ રસ્તા થી ગઢીયા ચાર રસ્તા થઈ સાણંદ કોર્ટ હાઇવે રોડ પર તેમજ સાણંદ શહેરના સુપ્રસિદ્ધ ભાવનાથ મહાદેવ મંદિરે જવાના માર્ગ પર સવારથી મેળો શરૂ થયો છે.
બપોર સુધીમાં આ લોક મેળામાં મોટી સંખ્યામાં ઉમટ્યા છે. સાથે હર હર મહાદેવના નાદ સાથે સાણંદ સહિત તાલુકાભરમાથી ભાવનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા પહોચ્યા છે. એક ભક્તે કહ્યું કે શિવરાત્રિના મેળામાં અમે દર વર્ષે દર્શન કરવા આવીએ છીએ. ભગવાનનાં દર્શન કરી અમે સૌ ધન્યતા અનુભવીએ છીએ. સાણંદમાં લોક મેળાને લઈને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.

Social