Breaking News

સનાથલ નજીક ચોખા ભરેલ ગાડીમાં આગ લાગી : ફાયર વિભાગે ભારે જહેમતથી આગ પર કાબુ મેળવ્યો: અહેવાલ : ગોપાલ મકવાણા (મટોડા)

અમદાવાદ SP રિંગ રોડ પર શનિવારે સવારે બાકરોલ થી સનાથલ તરફ જઈ રહેલ એક ચોખા ભરેલ ટ્રકમાં અગમ્યો કારણસર આગ લાગી હતી. ટ્રકમાં આગ લાગતા હાઇવે ઉપર ટ્રાફિક જામના થયો હતો. બીજી તરફ AMC ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત થી આગ પર કાબુ મેળવ્યો છે. હાલ સ્થાનિક પોલીસે ટ્રાફિક દૂર કર્યો છે. અને ટ્રકમાં આગ કઈ રીતે લાગી તે અંગે ફાયર વિભાગે તપાસ હાથ ધરી છે.

Social