કલોલમાં આવેલ મોબાઈલ હબ નામની દુકાનના માલિકે જુના-નવા મોબાઈલ વેચાણનું રજીસ્ટ્ર મેન્ટેન નહીં કરતાં ગુનો નોંધાયો

કલોલ શહેરમાં ટાવર ચોકમાં નગરપાલિકાના શોપિંગમાં આવેલા મોબાઈલ હબ નામની દુકાનના માલિક વિરૂદ્ધ જુના-નવા મોબાઈલ વેચાણનું રજીસ્ટ્ર મેન્ટેન નહીં કરી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે., જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા દુકાન માલિક સામે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં આંતકવાદી અને અન્ય ગુનાહિત પ્રવુતિઓ અટકાવવા આવા ગુનાહિત પ્રવુતિઓ સાથે સંડોવાયેલા તત્વો દ્વારા નકલી દસ્તાવેજી પુરાવાઓને આધારે ગેરકાયદેસર મોબાઈલ ફોન, સીમકાર્ડ તેમજ મોબાઈલની ખરીદી કરવામાં આવતી હોય છે. જેનો ઉપયોગ દેશ વિરુદ્ધ ગુનાહિત પ્રવુતિઓ આચરવામાં કરાતો હોય છે. આવી ગુનાહિત પ્રવુતિઓ અટકાવવા માટે આવા ધંધા રોજગાર વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને મોબાઈલ ખરીદ-વેચાણ પુરાવા રાખવા, દસ્તાવેજી પુરાવાની ચકાસણી કરી તે પછી જ મોબાઈલ કે સીમ કાર્ડનું વેચાણ કરવા બાબતે કડક સૂચન સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસંધાને આજે કલોલ શહેર પોલીસ કલોલ ટાવર ચોકમાં આવેલી નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં આવેલી મોબાઈલની દુકાનમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. આ દુકાનના માલિક દ્વારા વેચાણ કરતા નવા-જુના મોબાઈલના વેચાણ દસ્તાવેજી પુરાવાનાં રજીસ્ટર બનાવેલા નહીં કે વેચાણ બાબતે કોઇ પુરાવા રાખેલા નહીં હોવાનું તપાસમાં બહાર આવતા કલોલ શહેર પોલીસે કલોલ નાની મલેકવાસ, ટાવર ચોક ખાતે રહેતા દુકાન માલિક તાહીમ ઈબ્રાહીમ ઘાંચી સામે ગાંધીનગર જિલ્લા મેજીસ્ટ્રેટનાં જાહેરનામાના ભંગ કરવાનો ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Social