સાણંદના તેલાવમાં એક મકાનમાં પરિવાર સૂતો રહ્યો અને 2 તસ્કરોએ રૂ.16 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર
સાણંદના તેલાવ ગામે મારૂતિ ગ્રીન લેન્ડ સોસાયટીના એક મકાનમાં પરિવાર સૂતો રહ્યો અને તસ્કરોએ એક ઘરનો સ્લાઇડર કાચનો દરવાજો ખોલી રૂમમાંથી ચાંદીની વીંટી અને રોકડ 12 હજારની ચોરી કરી ફરાર થઈ જતાં સાણંદ પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સાણંદના તેલાવ પાસે આવેલ મારૂતિ ગ્રીન લેન્ડ સોસાયટીના 74 નંબરના મકાનમાં આનંદભાઈ અશ્વિનભાઈ ભારદ્રાજ પરિવાર સાથે રહે છે. પરિવારજનો રાત્રે સૂતા હતા અને સવારે ઉઠીને રૂમમાંથી બહાર નીકળેલ ત્યારે બેઠક રૂમની બાલકનીનો દરવાજો ખુલ્લી હાલતમાં હતો અને સામાન અસ્તવ્યસ્ત હાલતમાં જોતાં ઘરમાં ચોરી થયાની જાણ થતાં તાત્કાલિક પરિવારે 100 નંબર ઉપર પોલીસમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. રૂમની અંદર આવેલ ટેબલમા ખાનામા પર્સમાથી મુકેલ રૂ.12000/- રોકડા તેમજ એક નંગવાળી ચાંદીની વીંટી (4 હજાર) ની ચોરી થઈ હતી અને રૂમમાં સામાન અસ્તવ્યસ્ત હાલતમાં પડેલ હતો. પરિવારે ઘરમાં લગાડેલ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં રાત્રિના કલાક 2 થી 3 વાગ્યાના સમયગાળામાં બે અજાણ્યા ચોર ઈસમો મકાનની દિવાલ ઉપર ચડી મકાનમાં ગ્રાઉન્ડ ફોલરમા આવેલ બેઠક રૂમની બાલકનીના દરવાજામાં લોખંડ ગ્રીલ ખોલી કાચનો સ્લાઇડર દરવાજો ખોલી રૂમમાં પ્રવેશ કરી નીચેના ગ્રાઉન્ડ ફોલરમાં રૂમમાંથી ચાંદીની વીંટી તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થયા હતા બનાવને લઈને આનંદભાઈ અશ્વિનભાઈ ભારદ્રાજએ સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા 2 ઇસમો સામે ગુનો દાખલ કરી કર્યો છે.
