મુંદ્રાથી ટ્રેલરમાં સરખેજ લવાતાં રૂ. 69 લાખનો સામાનની ચોરીના કેસમાં 5 શખસ ઝડપાયા

                         સરખેજ વિસ્તારના ગોડાઉન પર એક ટ્રાન્સપોર્ટના ટ્રેલરમાં મુંદ્રાથી રૂ.69 લાખના સ્ટીલની સ્વિંગ બેરિંગ લઈને આવવા નીકળેલો ટ્રેલર ચાલક સરખેજ હાઇવે પર  ગિબપુરા પાસે બિનવારસી હાલતમાં ટ્રેલર મૂકી માલ સામાનની ચોરી કરી ફરાર થયો હતો. જે કેસમાં સાણંદ પોલીસે 5 ઇસમોને પકડી લીધા છે. 
                 સરખેજ ઉજાલાની પાછળ ગોડાઉન તથા ઓફિસ ધરાવી મશીનરી પાર્ટ્સનો વેપાર કરતાં અંજનીકુમાર ગુપ્તાનો મશીનની બેરીંગ માલ મુદ્રાથી રામાક્રિષ્ણા ટ્રાન્સપોર્ટના ટ્રેલરમાં સ્ટીલની સ્વિંગ બેરિંગ કુલ 118 નંગ (કિં.69.91 લાખ) ભરી અને ડ્રાઇવર જ્યોતીષકુમાર સુરેશ રાય (રહે.બિહાર) લઈ સરખેજ આવા માટે નિકળેલો હતો  અને ચાલકને અંજનીકુમારે 6 માર્ચે રાત્રીના આશરે આઠેક વાગ્યાના સુમારે ફોન કરતા જણાવ્યુ કે તે સાણંદ નજીક પહોચ્યો છે પણ ઘણા સમય સુધી ચાલક ન આવતા ફરીવાર ફોન કરતાં ડ્રાઇવરનો ફોન સ્વીચ ઓફ આવતાં તેની શોધખોળ કરતાં ટ્રેલર સાણંદ-સરખેજ હાઇવે ઉપર રોડ ઉપર ગિબપુરા પાસે ખાલી હાલતમાં મળી આવ્યું હતું. ડ્રાઈવર ફોન બંધ કરી ફરાર થયો જેને લઈને સાણંદ પોલીસે ગુનો નોંધયો હતો. 
             સાણંદ પોલીસે બાતમી આધારે ચોરાયેલા મુદ્દામાલ સરખેજ ફતેવાડી રોડ ઉપર ભારતી આશ્રમની સામે આવેલા બુલંદ સ્ક્રેપ ટ્રેડર્સના ભંગારના વાડામાંથી જપ્ત કર્યો હતો અને અમીરખાન ઉર્ફે મામા વઝીરખાન પઠાણ (ઉ.વ.40 ફતેવાડી, અમદાવાદ), મોહંમદસાજીદ ઈસાકખાન (ઉ.વ.44 ફતેવાડી), યાસર અસપાકભાઇ પીંજારા(ઉ.30 ફતેહવાડી),  ઇમરાન ઉર્ફે લખન રમઝાનભાઇ શેખ (ઉ.વ.35 ફતેહવાડી), અફઝલખાન જખ્ખુશેખ (ઉ.23 રહે.બુલંદશહેર, દિલ્હી)ને પકડી લીધા હતા.
Social