સાણંદ માણકોલ ચોકડી નજીક ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ

સાણંદ નળ સરોવર રોડ ઉપર આવેલ માણકોલ ગામના ચાર રસ્તા નજીક ટ્રાફિક જામ એ રોજિંદો પ્રશ્ન બનતો જાય છે ત્યારે, અહીંથી દરરોજ પસાર થતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

સાણંદ નળ સરોવર રોડ ઉપર આવેલું માણકોલ એ ચાવી રૂપ ગામ છે. સાણંદ જીઆઇડીસી નળ સરોવર અને સાણંદ ત્રણેયની મધ્ય આવેલ માણકોલ ગામની કનેક્ટિવિટી ખૂબ જ મહત્વની છે ત્યારે અહીં, રોકેટ ગતિએ વિકાસ થયો છે. વિવિધ કોમ્પલેક્સો અને આધુનિક માર્કેટ ડેવલપ થયું છે ત્યારે લોકોની અવર-જવર પણ વધી છે. પરંતુ અહીં ટ્રાફિકજામનો પ્રશ્ન પેચી દો બનતો જાય છે. સ્થાનિક લોકો અહીં સર્કલ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે

Social