સાણંદ નગરના જલારામ મંદિર માર્ગની સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકોને હાલાકી.
સાણંદ, અમદાવાદ જિલ્લાનું ઔદ્યોગિક નગર સાણંદ દિનપ્રતિદિન પ્રગતિની હરણફાળ ભરી રહેલ છે ત્યારે સાણંદ અમદાવાદ હાઈવે ઉપર આવેલ શ્રી જલારામબાપા મંદિર માર્ગ ઉપરની સ્ટ્રીટ લાઇટો લગભગ ત્રણેક માસથી બંધ છે તે ચાલુ કરી નગરની શોભામાં વધારો કરવા,નગરજનોની હાલાકી દૂર કરવા તંત્રને અનેક વાર રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરાયેલ નથી.આથી પુન: આ અંગે જેમ બને તેમ જલદી આ લાઈટો ચાલુ કરવા આ વિસ્તારની સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત કરાયેલ છે.
