સાણંદ શહેરમાં ઇમેજિંગ સેન્ટરની સામે પાર્ક કરેલ બાઇકની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

        સાણંદના સરખેજ હાઇવે પર આવેલ ઇમેજીન સેન્ટરની સામે પાર્ક કરેલી રૂ.82 હજારની કિંમતના બાઇકની અજાણ્યા ઇસમે ચોરી કરી ફરાર થયો સીસીટીવીમાં કેદ થતાં  સાણંદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.   
          સાણંદ ઈમેજીન સેન્ટરમાં પ્રવિણભાઇ રમેશભાઈ ચૌહાણ નોકરી કરે છે. નોકરી દરમ્યાન પ્રવીણભાઈએ સાણંદ ઇમેજીન સેન્ટરની સામે બાઈક પાર્ક કર્યું હતું. રાત્રીના તેઓ બહાર આવ્યા ત્યારે પાર્ક કરેલી જગ્યાએ બાકી હતું નહીં. જેથી સીસીટીવીમાં તપાસ કરતાં રાત્રીના 2 વાગ્યે કોઈ ઇસમ રૂ.82,222ની કિંમતનું બાઇક ચોરી કરીને લઇ જતો કેદ થયો હતો બાઇક ચોરી અંગે પ્રવિણભાઇ ચૌહાણએ સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.
Social