દેત્રોજના ફતેપુરા બ્રાંચ કેનાલ પરથી ડાલામાંથી સાવરણાની આડમાં લઈને જતાં રૂ.2.5 લાખના દારૂ સાથે 2 ઇસમો પકડાયા

          અમદાવાદ ગ્રામ્ય LCBની ટીમે બાતમીને આધારે  દેત્રોજના ફતેપુરા ગામથી સદાતપરા ગામ તરફ જતી ખારાઘોડા બ્રાન્ચ કેનાલ ઉપરથી પીકઅપડાલામાં સાવરણીના ઢગલાની આડમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂની બોટલ નંગ 900 જેની બજાર કિંમત રૂ.2.47 લાખ અને પિકઅપ સાથે કુલ રૂ.5.57 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપી ઝડપી પાડ્યા હતા.
     LCBની ટીમે બાતમી આધારે દેત્રોજ વિસ્તારના ફતેપુરાથી સદાપતુરા ગામ તરફ જતી ખારાઘોડા બ્રાન્ચ કેનાલ ઉપરથી પિકઅપ ડાલુ ઝડપી પાડ્યું હતું. ડાલાની તપાસ કરતાં સાવરણાના ઢગલાની આડમાં સંતાડેલી વિદેશી દારૂની 900 બોટલ જેની કિંમત રૂ.2.47 લાખ, પિકઅપ ડાલુ રૂ.3 લાખ, અન્ય મળી કુલ રૂ.5.57 લાખના મુદ્દામાલ કબજે કરી રૂપારામ માંગીલાલ સુરતારામ જાટ (રહે.રાજસ્થાન), ખંગારારામ અચલારામ હિંમતારામ (રહે.ડુંગરી, રાજસ્થાન) પકડી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Social