ગાંધીનગરના કુડાસણમાં ગેરકાયદેર ચાલતા બ્લેક સ્ટોન નામના સ્પામાં SOGની રેડ
ગાંધીનગર જિલ્લાના કુડાસણ ખાતે સ્વાગત રેઇન ફોરેસ્ટ 2 નજીક બ્લેક સ્ટોન નામના મસાજ પાર્લરમાં ગેરકાયદેસર રીતે દેહવેપાર કરી ગોરખધંધો ચાલતું હોવાનું બાતમી મળતા પોલીસે રેડ કરતા ગેરકાયેસર ચાલતું મસાજ પાર્લર ઝડપાઈ આવ્યું હતું. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરેલા જાહેર નામાનો ભંગ કરતા સ્પા સંચાલક ભાવેશભાઈ રાઠોડ સામે ગુનો નોંધી ઇન્ફોસિટી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
SOG ટીમને બાતમી મળી હતી કે ગાંધીનગરના કુડાસણ ખાતે સ્વાગત રેઇન ફોરેસ્ટ 2 નજીક બ્લેક સ્ટોન નામના મસાજ પાર્લરમાં ગેરકાયદેસર દેહવેપાર અને ગોરખધંધો ચાલતું હોવાની બાકી મળતા એસઓજી પોલીસે રેડ કરતા ગેરકાયદેસર ચાલતા મસાજ પાર્લર ઝડપાઈ આવ્યું હતું પોલીસે વધુ તપાસ કરતા મસાજ પાર્લરનો જીએસટી નંબરનું પણ રજીસ્ટ્રેશન કરાયેલું ન હતું. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાનો પણ ભંગ કરવા કરતા સ્પા મસાજ પાર્લરના સંચાલક ભાવેશભાઈ રાઠોડ સામે એસ.ઓ.જી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
