સુરતમાં સસ્પેન્ડેડ ASIએ નેતાની કરી હત્યા, વેવાણ વિશે ગંદી પોસ્ટ મુદ્દે સમજાવવા ગયેલા નેતાને મુક્કો મારતા થયું મોત
સુરતના ઉના વિસ્તારમાં સસ્પેન્ડેડ પોલીસે એક વ્યક્તિને છાતી પર મુક્કા મારતા લિવર અને કિડની ફાટી જતા મોત નીપજ્યું છે. સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના વેવાણને લઈને પોસ્ટ લખી હતી. જેથી મૃતક વ્યક્તિ અને તેનો દીકરો બંને સમજાવવા માટે સસ્પેન્ડેડ પોલીસના ઘરે ગયા હતા. જ્યાં રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને મૃતકની છાતીના ભાગે મુક્કા મારતા ઢળી પડ્યાનો આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યો હતો. જે બનાવને લઈને મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં સસ્પેન્ડેડ રોનક હિરાણીએ ભાજપના લઘુમતી મોરચાના મહામંત્રી સલીમભાઈ સાથે ઝગડો કર્યો હતો. સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીએ ફેસબુક પર મૃતકના વેવાણને લઈને પોસ્ટ લખી હતી. જેથી સલીમભાઈ અને તેમનો પુત્ર સસ્પેન્ડેડ પોલીસના ઘરે તેને સમજાવવા ગયા હતા. વેવાણ અંગે બીભત્સ પોસ્ટ મુદ્દે સમજાવી રહ્યા હતા, ત્યારે રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને મૃતકની છાતીના ભાગે મુક્કા મારતા ઢળી પડ્યા હતી. આ ઘટનામાં સલીમભાઈને મુક્કો મારતા લિવર-કિડની ફાટી ગયા હતા. આ બાદ નેતા સલીમભાઈનું મોત નિપજ્યું છે. 15 દિવસ બાદ સલીમભાઈના પુત્રના લગ્ન હતા, ત્યારે ઘરમાં હવે માતમ છવાયો હતો. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
246