આજથી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષાનો પ્રારંભ : સાણંદ કેન્દ્ર પર ધો.10 અને 12ના કુલ 2974 પરીક્ષા આપશે
આજેથી રાજ્ય સહીત અમદાવાદ જિલ્લાના ગ્રામ્યમાં ગુજરાત માધ્યમિક -ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છ. સાણંદ કેન્દ્ર પર ધોરણ 10ની પરીક્ષા 7 શાળાના 64 બ્લોકમાં કુલ 1594 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 5 કેન્દ્રના 51 બ્લોકમાં કુલ 1425 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ સાણંદમાં ધો.10 અને 12ના કુલ 2974 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે.
અમદાવાદ ગ્રામ્યમાં ધોરણ 10માં કુલ 47190 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે નોંધાયા છે.
વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા માટે 6460 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે 24180 નોંધાયા છે.
આજ થી ધોરણ 10 અને 12 બોર્ડની શરૂ થતી પરીક્ષા આગામી 26 માર્ચ 2024 સુધી યોજાશે. ગ્રામ્યમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષા 36 કેન્દ્રો પરની 151 શાળાના 1573 બ્લોકમાં કુલ 47190 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા 9 કેન્દ્રો પરની 31 શાળાના 323 બ્લોકમાં 6460 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેમજ HSC સામાન્ય પ્રવાહના 22 કેન્દ્રો પરની 79 શાળા ખાતે 806 બ્લોકમાં 24180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગ્રામ્યના 67 કેન્દ્રોમાં 261 શાળાઓમાં 77,830 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ આપ્યો છે.
પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ફ્લાઇંગ સ્કવોડ, હોમગાર્ડ સહિતનો સ્ટાફ ખડેપગે તહેનાત કરાયો છે.
