સાણંદના બાયપાસ થી માધવનનગર વચ્ચે હાઇવે પર અજાણ્યા કારની અડફેટે વાસણાના બાઇક ચાલકનું મોત
સાણંદ શહેરના બાયપાસ થી માધવનગર વચ્ચે હાઇવે પર સાણંદના વાસણા ગામના બાઇક ચાલક જતાં હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે બેફામ વાહન હંકારી બાઇક ચાલકને પાછળથી ટક્કર મારતાઘટના સ્થળે કરૂણ મોત થયું હતું. બનાવને લઈને કાર ચાલક સામે સાણંદ પોલીસે ગુનો નોંધયો છે.
સાણંદનાં વાસણા ઇયાવા ગામે રહેતા 58 વર્ષીય બાબુભાઇ દલસુખભાઈ દેવીપુજક બપોરે બાઇકને જતાં હતા ત્યારે સાણંદના માધવનગર પાસે આવેલ સીધ્ધીવીનાયક વે-બ્રીજ સામે હાઇવે પર કોઈ અજાણ્યા ફોર વ્હીલ ચાલકે તેની ફોરવ્હીલ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇક ચાલક બાબુભાઇ દલસુખભાઈ દેવીપુજકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અને અકસ્માત બાદ અજાણ્યો કાર ચાલક ફરાર થયો હતો. અકસ્માત થતાં બાઇક ચાલક બાબુભાઇને શરીરે અને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ થતાં સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત થયું હતું. અકસ્માત થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને સાણંદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત અંગે મૃતકના પરિવારને જાણ થતાં તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે મૃતકના ભાઈ ફુલાભાઈ દલસુખભાઈએ સાણંદ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ફરાર અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધયો છે.
478