સાણંદના માધવ નગરમાં દીપડાએ દેખા દીધી હોવાની ચર્ચા એ જોર પકડ્યું : વન વિભાગ સજાગ

સાણંદના પરા વિસ્તાર માધવ નગર વિસ્તાર નજીક આવેલ આઇઓસી પ્લાન્ટ ની આજુબાજુના વિસ્તારમાં રવિવારે સાંજે દીપડાએ દેખા દીધી હોવાની ચર્ચા એ જોર પકડતા વન વિભાગ ખડે પગે સજાગ થઈ ગયું હોવાના અહેવાલ છે.

સાણંદના માધવ નગર વિસ્તારમાં રવિવારે સીસીટીવી માં દિપડો દેખાતો હોય એવા ફોટો અને વિડીયો વાયરલ થતાં વાત વાયુવેગે પ્રસરી હતી, અને આ વાત વન વિભાગ સુધી પહોંચતા રાત્રે જ વન વિભાગ ના પંદર કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વન વિભાગ ના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ સુધી દીપડાની કોઈ ભાળ મળી નથી, અને દિપડો જ હોય એવું કન્ફર્મ નથી જંગલી બિલાડી પણ હોઈ શકે, જોકે દીપડાની વાત વાયુવેગે આસપાસના વિસ્તારમાં પ્રસરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Social