આનંદ નગર નજીક ટ્રકે રિક્ષા ને મારી ટક્કર: ચારને ઈજાઓ
સાણંદ વિરમગામ હાઈવે પર ઇયાવા થી સાણંદ તરફ આવી રહેલી રિક્ષા ને એક ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી અને અંદર બેઠેલા ચાર મુસાફરોને ઇ જાઓ થવા પામી હતી
ઘટના સ્થળે 108 દ્વારા ઇજાગ્રસ્તોને સાણંદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા જેમાં બેને સામાન્ય ઇજા હોવાથી રજા આપવામાં આવી હતી ત્યારે અન્ય બે ની સારવાર ચાલુ છે, ટ્રક ચાલકને લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો હતો.
