મજાક મજાકમાં સર્જાઈ મોટી દુર્ઘટના : અમદાવાદના વેજલપુરમાં યુવકે રિવોલ્વરથી ફાયરિંગ કરતા મોત
અમદાવાદના વેજલપુરમાં એક યુવકે મજાક મજાકમાં રિલ બનાવવાના ચક્કરમાં સ્ટંટ કરવા માટે હાથમાં ગન લીધી હતી. અને ટ્રિગર દબાવી દીધું એમ માનીને કે ગન ખાલી હશે પરંતુ તે ગન ભરેલી હતી પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા તે વ્યક્તિનું મોત નીપજ્યું હતું. હાલ વેજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના વેજલપુરમાં આવેલી રૂપેસ સોસાયટીમાં રિવોલ્વર ખાલી હોવાનું માનીને સ્ટંટ કરતા દિગ્વિજય સિંહ રાજપૂત (ઉં.વ 36)નું મોત નિપજ્યું છે. યુવકે પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા મોત નીપજ્યું છે. બે શખ્સો હથિયાર સાથે મજાક કરતા ફાયરિંગ થઈ ગયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મૃતક યુવકે જ્યારે ફાયરિંગ કર્યુ ત્યારે તેનો ડ્રાઇવર અને તેની સાથે એક મહિલા મિત્ર પણ સાથે હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગેની જાણ થતાં જ વેજલપુર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. તપાસ બાદ જ ચોક્કસ હકીકત સામે આવશે.
